શબ્દો શું હોય જયારે હોય હૃદયના ટુકડા જેવી મારી ઢીંગલીનો જન્મદિવસ……..
“લાગણીમાં તરબતર કરી મૂકે એવી વરસાદની હેલી મારી ધ્યાની”…..
દાદાના મધુવનનો કદી ના મૂરઝાય એવો ગુલાબનો છોડ તુ..
દાદીના ઢળતા જીવનમાં નવી ચેતના પૂરતુ આશાનું કિરણ એટલે તુ..
પપ્પા(ભાવિન) માટે તો સમગ્ર વિશ્વ એટલે તુ..
મમ્મી(પ્રિયંકા) ની મમતામાં છવાયેલી લાગણીનો પર્યાય એટલે તુ..
ભાઈ(યુગ)ના બાળપણનો સૌથી સુંદર રંગ તુ..
ફોઈ(પિનલ) માટે તો પોતાના બાળપણને ફરીથી માણવાનો મીઠો અવસર તુ…