લાગણીને ભટકવું હતું, પ્રેમને છલકવુ હતું,…
આંખોના ઈશારે તમારા સ્નેહમાં ભીંજાઇ મારે તમારા હૃદયમાં વસવુ હતું…
સમયને વહેવુ હતું, ક્ષણને થોભવુ હતું,…
તમે મળ્યા જે પળે એ પળમાં જ મારે વારંવાર જીવવુ હતું…
ફુલને ખીલવુ હતું, સુગંધને વિહરવુ હતું,…
તારા સંગાથે મારે જીવનનુ ઉપવન જોવું હતું…
-Pin.S