કલમ હરખાય ત્યાં કવિતાનો રંગ પૂરાય,
મારા મનની યાદોમાં તું હંમેશા મલકાય…
બાળપણ માણ્યાનો હરખ હજુ પણ અનુભવાય,
જયારે આપણા નિસ્વાર્થ પ્રેમની હેલી છવાય…
જીવનના દરેક તબક્કે લાગણીની હૂંફ વરતાય,
જયારે તારો હાથ મારા માથે હળવેથી ફેરવાય…
ભાઈ તરીકે તું મળ્યોને હૈયે આનંદ છવાય,
તેથી ઈશ્વરનો આભાર શબ્દોમાં કેમ કરી વર્ણવાય…
જન્મદિવસની શુભેચ્છાઓ……..