આ બધું પળવારમાં વહી જશે,
જીવનની કિતાબમાં માત્ર યાદોની વસંત જ રહી જશે…
અહમની કલમ જો લખશે જિંદગીનો અધ્યાય,
અંતિમ સમયે હૃદયમાં માત્ર અફસોસ રહી જશે…
સ્નેહની બાદબાકી કરી જો ઈર્ષાનો થાય ગુણાકાર,
લાગણીનો ભાગાકાર થઈ સંબંધમાં માત્ર એકલતા જ રહી જશે…
અબોલા જો નહીં તોડે પોતાનું મૌન પળવારમાં,
હૃદયમાં ગેરસમજનો ઘોઘાટ હંમેશા માટે રહી જશે…
‘તું’ જો નહીં બદલે ‘હું’ નું સમીકરણ,
જિંદગીના ગણિતમાં ‘આપણો’ દાખલો જ અધુરો રહી જશે…