ગાંધી…..

પ્રકૃતિએ બદલી કરવટ અને સત્યનો પ્રકાશ ફેલાય ગયો,
ગાંધીએ લીધો જન્મ લગભગ ત્યારથી જ ભારતની આઝાદીનો શંખ ફૂંકાય ગયો…

વિદેશની જમીન પર પગ મૂક્યો તો રંગભેદનો અર્થ સમજાય ગયો,
ત્યારથી જ કરમચંદનો રાષ્ટ્રપિતા તરફનો પગરવ મંડાઈ ગયો…

દીર્ઘદ્રષ્ટિ અને આગવી સૂઝબૂઝથી નેતૃત્વની કમાન સંભાળી ગયો,
અંગ્રેજી બોલનારને એ ગુજરાતીનો ‘ક’ શીખવાડી ગયો…

ચપટી મીઠું ઉપાડવા પગપાળા રસ્તે ચાલતો ગયો,
સાદું જીવન જીવીને એ જીવનનો ખરો અર્થ સમજાવી ગયો…

અહિંસા પરમો ધર્મના પથ પર ચાલી દેશને આઝાદી અપાવી ગયો,
સત્ય જ રહે છે અંત સુધી એ ગાંધી એના વ્યક્તિત્વથી સમજાવી ગયો…

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.