બાજી હારી ગયા અમે મનની તીવ્ર ઈચ્છાઓથી, જયાં રમત હતી અટવાયેલી દ્રઢ અપેક્ષાઓ પર પૂણઁવિરામ મૂકવાની…

– Pin.S

શબ્દો શું હોય જયારે હોય હૃદયના ટુકડા જેવી મારી ઢીંગલીનો જન્મદિવસ……..

“લાગણીમાં તરબતર કરી મૂકે એવી વરસાદની હેલી મારી ધ્યાની”…..😍

દાદાના મધુવનનો કદી ના મૂરઝાય એવો ગુલાબનો છોડ તુ..

દાદીના ઢળતા જીવનમાં નવી ચેતના પૂરતુ આશાનું કિરણ એટલે તુ..

પપ્પા(ભાવિન) માટે તો સમગ્ર વિશ્વ એટલે તુ..

મમ્મી(પ્રિયંકા) ની મમતામાં છવાયેલી લાગણીનો પર્યાય એટલે તુ..

ભાઈ(યુગ)ના બાળપણનો સૌથી સુંદર રંગ તુ..

ફોઈ(પિનલ) માટે તો પોતાના બાળપણને ફરીથી માણવાનો મીઠો અવસર તુ…

મનથી મનને સ્પર્શવાની વાત છે, આ તો સંવાદથી મૌન સુધીની મુલાકાત છે…

મનના ખાલીપાને સ્નેહની છાલક મારી ત્યાં વ્યાકુળ બનેલી લાગણીઓને જાણે શ્રાવણના મેઘની લ્હાણી થઈ,
અધૂરપ ઈચ્છાઓને જયારે પૂણઁતાની જાણ થઈ ત્યાં તો અંતરના આંગણે આશાની પધરામણી થઈ…

પૂર્વધારણાઓથી ઘેરાયેલું મન હંમેશા ગેરસમજણ માટે હૃદયનો માર્ગ મોકળો બનાવે છે.