નવું વર્ષ

નવુ વર્ષ = અધુરા સ્વપ્ન સાકાર કરવાની 365 સુવણઁ તકો

ઢળતી સંધ્યાએ મીઠી યાદોના ભાથા સાથે અનુભવો ભરેલી થેલીમાં સરકી ગયેલો સમય જયારે નવી આશાઓના ઓવારણા લઈ વહે ત્યારે આવે નવું વર્ષ..

નવા વષૅની શુભેચ્છાઓ ✨✨✨✨
Pin.S

જીવનસાથી

‘હું’ અને ‘તું’ ની બે જુદી જુદી વ્યાખ્યા પરથી ‘અમે’ નુ અદ્ભુત સમીકરણ તૈયાર કરી આપે તે..

સપ્તપદીના વચનથી બંધાતા પહેલા અંતર મનની લાગણી સાથે આપોઆપ બંધાઈ જાય તે એટલે જીવનસાથી..

આપણા અસ્તિત્વની આભાને સોળે કળાએ ખીલવાની તક પૂરી પાડે તે એટલે જીવનસાથી..

આપણા સપનાઓના કોરા કેનવાસ પર આશાઓના રંગોની પીંછી ફેરવે તે એટલે જીવનસાથી..

આપણો આપણી ખામીઓ સાથે સ્વીકાર કરી આપણા વ્યક્તિત્વને પૂણઁતાના ઉપહારથી સજાવે તે એટલે જીવનસાથી..

યૌવનથી ઘડપણ સુધીના સંબંધને છેલ્લા શ્વાસ સુધી પ્રેમ અને સમર્પણની લાગણીથી જીવંત રાખે તે એટલે જીવનસાથી..

(આપણી ઈચ્છાઓ અને અપેક્ષાઓને બાજુ પર મુકી કયારેક આપણા જીવનસાથીની લાગણી અને સંવેદનાઓને પણ પંપાળવી જોઈએ.)

– Pin.S

આંખોના પલકારે જગત બદલાય ગયું,

તને જોયા વગર પણ તારા પ્રેમ માં પડાય ગયું..

તારા અસ્તિત્વની આભામાં જીવનનું ચિત્ર દોરાય ગયું,

એના રંગોની ઝાંખી જોઇને હૃદય જાણે હરખાય ગયું..

તારી કલ્પના માત્રથી ગુલાબનું અત્તર છવાઈ ગયું,

જયાં ખાલીપામાં પણ કલરવનુ વાતાવરણ છવાઈ ગયું.

તારા હોવાથી મન પહેલા પ્રેમની હેલીમા ભીંજાઇ ગયું,

દિલ મારું આજીવન તારી નજર સાથે બંધાઈ ગયું..

-Pin.S

શમણું ઢળતી સંધ્યાએ હૃદયની બારીમાં દેખાતુ સુંદર ચિત્ર એટલે તુ..
સવારની ઠંડીમાં ભીની લાગણીથી તરબતર એવું ઝાકળનુ બિંદુ એટલે તુ..
તડકામાં છાંયો કરે એવી શીતળતાની અનુભૂતિ એટલે તુ..
સ્વપ્નથી વાસ્તવિકતા સુધીની સફર એટલે તુ..

– Pin.S