What alternative career paths have you considered or are interested in?
Teaching career…
ક્ષણભરની જિંદગીમાંથી પણ બે પળની મીઠી યાદોની ભેટ જો હુ કોઈને આપી શકું તો જીવન સાર્થક માનીશ.
What alternative career paths have you considered or are interested in?
Teaching career…




સમયનો શિષ્ટાચાર..
સમય! આજ ના મોડર્ન યુગમાં બધા પાસે જો કઈ ખૂટતું કરતું હોય તો એ છે સમય. પેલા નિર્માણકર્તા એ બધાને એક સરખો સમય આપ્યો છે ને છતાં પણ બધાને એની અછત છે એટલે બધા ભેગા મળી એની ગણતરીને ખોટી પડી રહ્યા છીએ એવુ ચોક્કસ કહી શકાય. અને આ માણસ છેક ચાંદ પર પહોંચી ગયો પરંતુ સમયનો કોઈ વિકલ્પ ન શોધી શક્યો. એક ઘડી માટે વિચારો કે સમય કોઈ Online Shopping App પર મળતો હોત તો..? તો કેટલું સારુ હોત ને કે આપણા સમયના અભાવને કારણે રહી ગયેલા બધા કામ સમય ખરીદીને પુરા થઇ જાત. ખેર છોડો જે મળ્યું જ નથી કે મળવાનું જ નથી એના પર ચર્ચા પણ શું કરવી.
પરંતુ એક વાત વિચારવા જેવી છે કે આપણા કામ અધૂરા રહી જાય છે એના માટે જવાબદાર શું છે, સમયની અછત કે અભિવ્યક્તિની અછત. કોઈ એક કામ બે વ્યક્તિને સરખા સમય અંતરમાં આપવામાં આવે ને એક વ્યક્તિ સમય મર્યાદામાં પોતાનું કામ પૂરું કરી લે છે ને બીજો વ્યક્તિ સમય ઓછો પડ્યો એમ કહી કામ અધૂરું રાખી દે છે તો આમાં અભાવ સમયનો હતો કે તમારી કાર્યક્ષમતા ને કુશળતાનો? આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો તો ખરો. કોઈ કાર્ય યોગ્ય સમય અંતરમાં પુરુ કરવાનું હોય તો આયોજન તો માંગી જ લે અને એ આયોજન થકી જ આપણે નિયત સમયમાં આપણું કામ પાર પાડી શકીયે છીએ. મૂડ પર MOU કરાર જ થાય એને ફાઇનલ કરવા માટે મુદ્દાસર મંત્રણા કરવી જ પડે અલબત્ત જે કામ પાર પાડવું છે એને મૂડ પર છોડીને કે મૂડના સમય પર છોડીને એ કામ પૂર્ણ થતું નથી અને કદાચ થઈ પણ જાય તો એમાં કંઈક ને કંઈક કમી અવશ્ય રહી જ જાય છે જયારે એનું મુદ્દાસર planning કરવાથી કામ નિયત સમયમાં અથવા નિયત સમય કરતા ઓછા સમયમાં પૂર્ણ થાય છે.
દરેકના હાથમાં સમયની વધ ઘટ જોવા માટે ઘડિયાળ બાંધેલી હોય છે તેમ છતાં પણ સમય કોઈના હાથમાં નથી હોતો ને આજ ખાસિયત છે સમયની. એને જેટલો સદુપયોગ કરશો એટલો જ એ તમારી તરફ ખેંચાઈ આવશે. ઘણા લોકો સફળ થવા માટે પણ સારા સમયની રાહ જોતા હોય છે. હવે આ સારુ ને ખરાબ શું? આપણને અનુકળ થાય તો સારો સમય ને ના થાય તો ખરાબ આવું કેવું? આ સારા ને ખરાબ સમયના વિભાજીત તો આપણે જ કર્યા છે બાકી સમય તો આ બધાથી પર છે. જ્યાં સુધી જવાબદાર બની સમયની કદર નહિ કરીયે ત્યાં સુધી કદાચ આ સમય આપણને ઓછો જ લાગશે ને એ દરમ્યાન ઘણી બધી સફળ થવાની તકો આપણા હાથમાં આવી ને નીકળી પણ જશે ને આપણે બસ એક જ રટન કર્યા રાખશુ કે સમયની અછત હતી યાર બાકી આપણે તો સક્ષમ જ હતા. ત્યારે પણ આપણે પોતાની ભૂલ છુપાવી સમયનો વાંક કાઢી લઈશુ. તકની રાહ ક્યારેયના જુઓ માત્ર જવાબદાર બનો તો એક દિવસ હજારો તક તમારી રહે આવશે ને ત્યારે તમને સમયની અછત નહિ લાગે. સમયને પણ શિસ્ત પસંદ છે માટે સમયના આ શિષ્ટાચારને સમજવો જ રહ્યો..!


