પતિ પત્ની : હું અને તું નો સરવાળો

ગૂંગળાયેલા સંબંધોને મુક્ત કરવાની જરૂર હોય છે.લાગણીઓ જો વ્યક્ત ના થાય તો અકળામણનું કારણ બનતી જાય છે.હળવા બનતા શીખો.દબાવી રાખેલો ગુસ્સો હોય કે પછી પ્રેમ હોય બેવ જ પીડા આપે છે માટે વ્યક્ત કરી હળવાફુલ બની જિંદગીની મજા માણો.જે નથી એના અફસોસમાં જે છે એને માણવાનું આપણે ભૂલી ગયા છે.

  એક પતિ પત્નીની વાત છે.બેવની ગાડી સમયના વહેણ સાથે એક જ ધારી ચાલી રહી હતી.બેવ નોકરી કરતા હોવાથી એકબીજા માટે સમય આપી શકતા ન હતા.એમનો anniversary day આવતો હતો તો પત્નીએ પતિને surprise આપવાનો વિચાર કર્યો.anniversary ના દિવસે એણે નોકરી પરથી જલ્દી રજા લીધી અને પતિની પસંદનું જમવાનું અને cake બનાવી તો બીજી તરફ પતિને તો યાદ જ નહતું.ઘરે આવીને ખબર પડી કે તે આજનો day ભૂલી ગયો છે.

  પત્નીને ખૂબ જ ગુસ્સો આવ્યો પણ એ વ્યક્ત કરી ના શકી અને એના હૃદયના પ્રેમને પણ એણે દબાવી દીધો.પતિ એના દિલની પીડા સમજી ગયો.

  બીજે દિવસે એણે પત્ની માટે એક પત્ર લખી મુક્યો.જેમાં એણે એના માટે એક પ્રેમસભર કવિતા લખવાનો પ્રયત્ન કર્યો હતો અને છેલ્લે લખ્યું કે તું પણ તારો ગુસ્સો ઠાલવી નાખ થોડી હળવી બની પ્રેમના બાગને ખીલવા દે અને સાથે જ એના વર્તન માટે તેમજ સમય ન આપવા બદલ માફી માંગી.

 આપણી વધુ પડતી અપેક્ષાઓ જ આપણને દુઃખી કરે છે.પ્રેમ કરી આપણે આપણી વ્યક્તિને બદલવાની જગ્યાએ એ જેવી છે એવી જ સ્વીકાર કરો અને એની ખામીને પણ અપનાવો પછી જુઓ જિંદગી કેટલી સુંદર લાગે છે.

જે છે તેને માણતા શીખો….

તારા ગયા પછી…

દિલની ડબ્બીમાં જીવંત છે હજુ પણ તારો પ્રેમ,
તારા ગયા પછી લાગણી વિસરાઈ જશે એ તારો વહેમ…

હજુ પણ જીવે છે તારી યાદો મારા શરીરમાં શ્વાસની જેમ,
હૃદયની બંધ નળી ખોલવા તબીબની જરૂર પડે એ તારો વહેમ…

તારી સાથેની મુલાકાત હજુ અકબંધ છે તે આપેલા ગુલાબની જેમ,
એકલતાનો હું પર્યાય બની જઈશ એ તારો વહેમ…

હું અને તું…

આ બધું પળવારમાં વહી જશે,
જીવનની કિતાબમાં માત્ર યાદોની વસંત જ રહી જશે…

અહમની કલમ જો લખશે જિંદગીનો અધ્યાય,
અંતિમ સમયે હૃદયમાં માત્ર અફસોસ રહી જશે…

સ્નેહની બાદબાકી કરી જો ઈર્ષાનો થાય ગુણાકાર,
લાગણીનો ભાગાકાર થઈ સંબંધમાં માત્ર એકલતા જ રહી જશે…

અબોલા જો નહીં તોડે પોતાનું મૌન પળવારમાં,
હૃદયમાં ગેરસમજનો ઘોઘાટ હંમેશા માટે રહી જશે…

‘તું’ જો નહીં બદલે ‘હું’ નું સમીકરણ,
જિંદગીના ગણિતમાં ‘આપણો’ દાખલો જ અધુરો રહી જશે…

થઈ જાય છે….

આજે પણ તારું નામ સાંભળી ધબકારા વધી જાય છે,
વિચારતા વિચારતા મન યાદોમાં ખોવાય જાય છે…

એ દિવસો હતા જ્યારે તું ખાલી પસાર જ થાય છે,
ને તેજ આંખોમાં અને સ્મિત મોઢા પર છલકી જાય છે…

પગ મારા એજ દિશામાં દોડી જાય છે,
જ્યાં તારો સાથ પડછાયાની જેમ મળી જાય છે…

વાતો તારી એવી જે દિલ ખુશ કરી જાય છે,
એ જોતાં જ મારી આંખો તારા પ્રેમમાં પડી જાય છે…

#પણ તું છે…

ચાંદની રાતમાં દેખાતો ચહેરો તું છે,
મૌનનો વાચાભર્યો સંવાદ પણ તું છે…

મારી આંગળીઓને ગમતો સ્પર્શ તું છે,
એકાંતમાં આલિંગનનો અહેસાસ પણ તું છે…

અધૂરા ધબકારની ચેતના તું છે,
સ્થૂળ જીવનનો જીવંત આધાર પણ તું છે…

સુકાયેલા આંસુઓ સાથેનો ભીનો સંબંધ તું છે,
કાગળ પર ઉતારેલા હૃદયના શબ્દોનો અર્થ પણ તું છે…

મારી અવતીકાલનો મીઠો પ્રબંધ તું છે,
મારી આજમાં છલકતો ખુશીનો રંગ પણ તું જ છે…