શ્રીરંગ અવધુત મહારાજ

What’s something you believe everyone should know.

દુનિયાના નિયમો, દુનિયાના વિચારો, દુનિયાનો દ્રષ્ટિકોણ મારા મત મુજબ ઘણીવાર ખૂબ જ અટપટા અને વિચિત્ર હોય છે.
આ જગત ઘણીવાર સારા લોકોના મૌનને તેમની મજબૂરી સમજી લે છે અને શડ્યંત્ર રચતા માણસોની ખોટી વાર્તાઓ પરથી તેઓ પાસે ઘણું જ્ઞાન છે એવું સમજી લે છે.
ત્યારે ઘણીવાર આવા સ્માર્ટ લોકોને જોઈને સ્વાભાવિક રીતે એવો વિચાર આવે કે એનામા એવી તે શું લાયકાત કે હોશિયારી છે કે આટલો બધો પાવર કરે છે?
એક ઉદાહરણ સમજીએ,
એક યુવાન એક સંત પાસે ગયો.એણે સંતને પૂછ્યું મારી સાથે કામ કરતો બીજો યુવાન જે ખોટી રીતે બધાને ડરાવે છે, ખોટુ કામ કરે છે અને કરાવે પણ છે, છતા પણ તેની બધા જ વાહવાહી કરે છે. એની સામે હું મારુ કામ પ્રામાણિકતા અને પૂરી નિષ્ઠાથી કરુ છું ,મહેનત કરુ છું છતા પણ કોઈ મારો ભાવ પૂછતુ નથી.ત્યારે સંતે કહ્યું, ભાવ એનો પૂછાય જે વેચાવવા તૈયાર હોય છે, અમૂલ્યની કોઈ કિંમત અંક
આકી શકાતી નથી. બધા જ લોકો દુનિયામાં બિકાઉ હોતા નથી.
કેટલાક માણસો પોતાની કિંમત જાતે જ નક્કી કરી લેતા હોય છે અને એટલુ મળી જાય એટલે બધાની હા માં હા ભેળવી દેતા હોય છે.
દુનિયામાં બે વસ્તુ છે એક છે વેલ્યુ બીજી છે ન્યુસન્સ વેલ્યુ. ન્યુસન્સ હોય એનાથી લોકો ડરતા હોય છે કે આની આગળ આવીશું તો એ આપણને પજવ્યા વગર નહિ રહે એવો ડર રહે છે.
બીજી વાત કે આજની દુનિયામાં દરેક વ્યકિત કોઈ ને કોઈ ફોલ્ટમાં હોય જ છે.અને તું કહે કે તારી બધા સ્વાર્થ પૂરતી જ કદર કરે છે તો તારે તારી કદર કરાવીને શું કામ છે? તને તારા પર ગૌરવ હોય એટલું જ પૂરતુ છે.બીજાને જે કરવું હોય તે કરે આપણે શું!!
આપણે સારા અને સાચા છીએ એ આપણને ખબર છે એટલુ જ કાફી છે.
લાસ્ટ સીન : ” જે લોકો બીજાને જોઈને અથવા બીજાના કહેવા મુજબ પોતાનું અસ્તિત્વ નક્કી કરે છે ત્યારે તેઓ વાસ્તવમાં પોતાની જ સાચી ઓળખ ગુમાવી બેસે છે.”

પોતાની કિંમત……