એક કપ કોફી કૃષ્ણની સાથે..

એક કપ કોફી કૃષ્ણની સાથે…

આમ તો એક સ્વપ્ન સમો પ્રસ્તાવ છે પણ એક પળ માટે વિચારી લઈએ કે કૃષ્ણને કોફી માટે invite કરીયે તો શુ એ આપણી સાથે કોફી પીવા આવે ખરા? આમ તો તમે તમારા જીવનનો રથડો જો એના હાથમાં સોંપી દીધો છે તો એને એક કપ કોફી માટે આવવું જ રહ્યું. ને જરાક માટે વિચારો કે એ તમારી સાથે બેસીને એક જ ટેબલ પર કોફી માણી રહ્યા હોય તો ત્યાંનું એ ઘડીનું વાતાવરણ કેવું હોય? સ્લો musicમાં વાંસળીના સુર સંભળાતા હોય, આજુ બાજુ ઉભેલા વેઇટર રાસ રમતા હોય ને, આસપાસ હરિયાળી છવાઈ ગઈ હોય, મોરપીંછ ના રંગોથી તમારું જીવન રંગાઈ રહ્યું હોય ને જાણે આખુ કેફે વૃંદાવન બની ગયું હોય એવો આભાસ થવા લાગે. એકવાર તો મનમાં એવો વિચાર આવે જ કે આ moments ને statue કહીને અહીજ સમેટી લઉં. આપણા સૌના મનમાં કૃષ્ણની એક જ છબી છવાઈ ગઈ છે ને આપણે જ્યાં ને ત્યાં બસ એજ છબી શોધતા ફરીયે છીએ પણ વાસ્તવમાં કૃષ્ણના અનેક અવતાર છે અનેક રૂપ છે અનેક છબીઓ છે ને એ કોઈના કોઈ રૂપે તમારી સાથે પ્રત્યક્ષ ના સહી પરોક્ષ રીતે તો સાથે આવે જ છે. પછી તમે એને એક કપ કોફી માટે બોલાવો કે કોઈ લોન્ગ ડ્રાઈવ પર બોલાવો, દરિયા કિનારે બોલાવે કે ઘર પરની ખુલ્લી અગાસીમાં બોલાવો એને તમે જ્યાં બોલાવશો ત્યાં એ આવશે, આવશે ને આવશે જો તમે એને મહેસુસ કરી શકો તો..!
😇

2 Comments

  1. Nishit Shah's avatar Nishit Shah says:

    Wahh wahh mani gaya jordar ekdam

    Liked by 1 person

    1. pinal shastri's avatar પિનલ શાસ્ત્રી says:

      Thanku mitra

      Like

Leave a reply to પિનલ શાસ્ત્રી Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.