બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે
એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે…..
સ્નેહ

Happy Women’s Day
વિશ્વ મહિલા દિવસ….
કલમના શબ્દો પણ થીજી ગયા જયારે લખાણ આવ્યું સ્ત્રી વિશેષ,
શું લખું એના માટે જે ઈશ્વરની રચનામાં છે સૌથી શ્રેષ્ઠ…..
શાહીની લીલાશમાં પણ માતૃત્વ છલકાયું જયારે લખાણ આવ્યું સ્ત્રી વિશેષ,
શું લખું એના માટે જે મમતાની મૂરત છે સૌથી શ્રેષ્ઠ…..
જીવનના દરેક તબક્કે સમર્પણ સર્જાયું જયારે લખાણ આવ્યું સ્ત્રી વિશેષ,
શું લખું એના માટે જે ત્યાગનો પર્યાય છે સૌથી શ્રેષ્ઠ…..
હૃદયના ધબકારમાં પણ લાગણીનું સંગીત રેલાયું જયારે લખાણ આવ્યું સ્ત્રી વિશેષ,
શું લખું એના માટે જે સંવેદનાનું પ્રતિબિંબ છે સૌથી શ્રેષ્ઠ…..
-Pin.S
આજ
મૌનની ભાષાએ આપ્યો આંખોના કાજળને સાથ,
લાગણીઓ સમજવાનો સાચો અવસર છે આજ….
તારી યાદ અપાવે છે આપણો અનેરો સંગાથ,
પહેલા પ્રેમના અહેસાસને માણવાનો અવસર છે આજ….
તે લખી જીવનની વ્યાખ્યા આપી પ્રેમની કલમને સાથ,
મનના ગીતને તારા સ્નેહના શબ્દોથી ગાવાનો અવસર છે આજ….
ક્ષણભરની જિંદગીમાં મળ્યો તારો પૂણઁ સંગાથ,
‘હું’ અને ‘તું’ માં ‘અમે’ નું પૂણઁવિરામ મૂકવાનો અવસર છે આજ….
-Pin.S
જિંદગી
ખટખટ ખટખટ……..કોણ????
ઓહ મારી જિંદગી 🤗🤗….
કેટલા સમયે આજે તું ફુરસદમાં મળી,
આમ તો તું રોજ મળે પણ તું હોય ટેન્શનમાં બળબળતી..
સવારની ચ્હાની ચુસ્કીમાં પણ હોય સમયસર પહોંચવાની હળભળી,
કોણ સમજાવે સમયની બે પળ પણ પોતાના માટે નથી મળી…
આખા દિવસની દોડધામ પછી પણ મનમાં તો આવતીકાલની ચિંતાએ મચાવી ખળભળી,
જાણે આજની પળો જીવવાની પરવાનગી ન મળી…
જીવનની પગદંડી પર જીંદગીની ગઈકાલની ચિઠ્ઠી મળી,
કે મને તો સરળ જીંદગી જીવવાની ફુરસદ ન મળી..
એટલે જ કદાચ જીવનની સાચી પરિભાષા સમજાવવા આજે તું ફુરસદમાં મળી…..
-Pin.S
રેડિયો દિવસ
ભૂતકાળની યાદોમાં મીઠું સ્મિત મલકાવતો રેડિયો,
અટપટી દુનિયાની ચટપટી વાતો સંભળાવતો રેડિયો..
ચટાકા લેતી જીભને કરારી વાનગીનો સ્વાદ ચખાડતો રેડિયો,
આખા દિવસના થાકને જોકસથી હાસ્યમાં ફેરવતો રેડિયો..
સાંજ પડતા ગીતોની રમઝટ જમાવી પરિવારને એકસાથે બેસાડતો રેડિયો,
દેશ વિદેશની ખબર ઘેર ઘેર પહોંચાડી લોકોને અપડેટ રાખતો રેડિયો..
પ્રેમમાં પાગલ બનેલી યુવા પેઢીને પ્રેમની સાચી પરિભાષા સમજાવતો રેડિયો,
એકલતાના ખાલીપાને સંગાથની અનુભૂતિ કરાવતો રેડિયો..
શોરબકોર ભરી જિંદગીમાં બે પળ નિરાંતની આપતો રેડિયો,
ટેકનોલોજીના આ અદ્યતન યુગમાં હજુ કયાંક સચવાયેલો છે રેડિયો..
વિશ્વ રેડિયો દિવસ
-Pin.S
શબ્દ સંબંધ
જયારે જયારે હું શબ્દો ને ગૂંથવા પ્રયત્ન કરું છું, ત્યારે ત્યારે હું તને ગઝલ રુપે રચવા મથું છું..
જયારે જયારે હું લાગણી સમેટવા પ્રયત્ન કરું છું, ત્યારે ત્યારે હું તને પ્રેમની ભાવનામાં શોધવા મથું છું..
જયારે જયારે હું હૃદયનો ધબકાર સાંભળવા પ્રયત્ન કરું છું, ત્યારે ત્યારે હું તને દિલમાં સ્થિર કરવા મથું છું..
જયારે જયારે હું વેદનામાં સંવેદના શોધવા પ્રયત્ન કરું છું, ત્યારે ત્યારે હું તને લાગણીના સથવારે પામવા મથું છું..
-Pin.S
સ્વર
જો લાગણી નો સ્વર તું હોય તો શબ્દો ગઝલમાં ફેરવાઈ જાય..
જો પ્રેમ નો અર્થ તું હોય તો હૃદય તારી સાથે આપોઆપ બંધાઈ જાય..
જો પ્રથમ વરસાદની હેલી તું હોય તો મનમાં તારા સ્નેહની ભીનાશ છવાઈ જાય..
જો સંવાદની શરૂઆત તું હોય તો વાત વાતમાં તારી જ છબી છલકાઈ જાય..
જો આથમતી સંધ્યાનો ઉજાસ તું હોય તો આંખો ના કિનારે તારી પ્રીતની રોશની રેલાઈ જાય..
-Pin.S
તું
તું પ્રેમ છે, તું પ્રેમમાં પડકાર છે,
પણ તું મારી આત્માનો આકાર છે..
તું સ્નેહ છે, તું સ્નેહનો આવકાર છે,
પણ તું નથી તો સ્નેહ પણ વિકાર છે..
તું દિપક છે, તારા વિના ફક્ત અંધકાર છે,
પણ તું છે જીવનમાં તો તે સાકાર છે..
-Pin.S
ખુશી
જીવનની આશાઓના ઓવારણા લઈ બાળપણ યૌવનના ઉંબરે ઊભુ હોય છે ત્યારે ઘડપણ પોતાના અનુભવોથી ખુશીની વ્યાખ્યા લખી ચૂકયુ હોય છે…